મહુવા: તરેડ ગામે મનરેગા હેઠળ રાહત કામનો પ્રારંભ : ગ્રામજનોએ વ્યક્ત કર્યો આનંદ
મહુવા તાલુકાના તરેડ ગામ ખાતે આજરોજ મનરેગા યોજના અંતર્ગત રાહત કામની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે રાજ્યના અનેક ગામોમાં મનરેગા હેઠળ રાહત કામ શરૂ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ તરેડ ગામમાં યોજના અંતર્ગત કામગીરી શરૂ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગામના મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લઈ રોજગારી મેળવી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે મન