રાણપુર: રાણપુર શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો,મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો
Ranpur, Botad | Sep 18, 2025 બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલી સામયિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો અમદાવાદના નિશાંત ડોક્ટરોની ટીમ દ્વારા 240 જેટલા દર્દીઓના વિવિધ જાતના રોગોનું નિદાન કરવામાં આવ્યું જેમાં આંખ,કાન,ગળા,નાક,દાંત, હાડકા,સ્નાયુ,સ્ત્રીરોગ અને માનસિક રોગ સહિતના વિવિધ રોગોનું સચોટ નિદાન કરવામાં આવ્યું આ કેમ્પને સફળ બનાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર કૌશિક જાદવ તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા ભારે જહેમજ ઉઠાવવામાં આવી હતી.