મોરબી: મોરબી જિલ્લામાં સ્વચ્છતા કર્મીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયા
Morvi, Morbi | Oct 2, 2025 મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે સ્વચ્છતાકર્મીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયા હતા. જ્યાં સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ અને તેમના પરિવારજનોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી જરૂર જણાયે તેમની સારવાર પણ કરવામાં આવી હતી.