કલા સંસ્કૃતિ, શિક્ષણ આદિના સંવર્ધનના ઉમદા ભાવથી રચાયેલી અંજારની સંસ્થા હાર્મની આર્ટસ એન્ડ કલ્ચર દ્વારા વિભિન્ન શૈક્ષણિક સંકુલમાં માતા સરસ્વતીની દિવ્ય મૂર્તિની સ્થાપનાનો એક ઉત્તમ પ્રકલ્પ ચાલી રહ્યો છે. આ પ્રકલ્પના ભાગરૂપે ચાંદ્રોડા સરકારી માધ્યમિક શાળા તા.અંજાર ખાતે જ્ઞાનની દેવી સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવાનો કાર્યક્રમ ભાવસભર રીતે ઉજવાયો.