અમરેલીના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા અમરેલી જિલ્લાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સંબંધિત વિવિધ યોજનાઓ અને પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.