જામનગર શહેર: વોર્ડ 1 માં મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં પણ હજી સુધી રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો નથી, લોકોને પરેશાની #jansanasya
વોર્ડ નંબર એક શાળા નંબર 55 આગળ જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ છે, તે કમિશનર દ્વારા તારીખ 20 9 2025 ના છેલ્લી મુદત પૂરી થઈ ચૂકી છે, તેમ છતાં આજદીન સુધી ગટરનું પાણી રસ્તા ઉપર માટીના ઢગલા નડતરરૂપ સ્ટ્રીટ લાઈટ લોકોને ચાલવામાં તકલીફ, તેમ છતાં પણ હજી સુધી કોઈ અધિકારી કે કોઈ તંત્ર જોવા પણ નથી આવ્યું. રોડ બંધ છે ને લોકોને પરેશાની છે, રોડ ચાલુ કરી દેવામાં નથી આવ્યુ. સામાજિક કાર્યકર ઉમરભાઈ સોઢાએ તંત્રની કામગીરી સામે રોશ વ્યક્ત કર્યો