રાપર: રાપર જેલર વિરૂદ્ધ ફરમાવેલો ચાર્જશીટનો આદેશ રદ્દ
Rapar, Kutch | Sep 20, 2025 રાપર સબ જેલમાંથી વર્ષ ૨૦૨૧માં થયેલા કેદી પલાયન કેસમાં જેલર નરેશભાઈ સવાભાઈ ચૌધરી વિરુદ્ધ રાપર કોર્ટ દ્વારા ફરમાવાયેલો ૬૦ દિવસમાં ચાર્જશીટ કરવાનો આદેશ હવે ભચાઉ સેશન્સ કોર્ટએ રદ કર્યો છે. આ નિર્ણયથી જેલર સહિતના અધિકારીઓને મોટી રાહત મળી છે.