ભાવનગર: અમદાવાદ નેશનલ હાઇવે પર માઢિયા નજીક મોટરસાયકલ ના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર માઢીયા ગામ નજીક મોટરસાયકલનો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં ભાવનગર શહેરના ભરતનગર તખ્તેશ્વર હાઇટ્સમાં રહેતા વિરલ રશ્મિકાંતભાઈ નામના વ્યક્તિનું મોત થયું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે બનાવના પગલે 108 પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહ નો કબજો મેળવી તેને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.