આણંદ પુરવઠા વિભાગે કણઝટ ગામે આવેલ સેવા સહકારી મંડળી સંચાલિત વ્યાજબી ભાવની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સ્વચ્છતાનો અભાવ, ફરિયાદ કે વિઝીટ બુક ઉપલબ્ધ ન હોવાનું અને જથ્થામાં ઘટ હોવાનું પૂરવાર થયું હતું. ઉપરાંત સ્ટોક સહિતના રજીસ્ટર પણ નિભાવવામાં આવતા ન હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. સમગ્ર કાર્યવાહીનો અહેવાલ રજૂ થતા જિલ્લા પુરવઠા અધિકારીએ સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગેરરીતિ સબબ નિયમોનુસાર નોટિસ ફટકારીને ૯૦ દિવસ માટે દુકાનનો પરવાનો રદ કર્યો છે.