ચુડા: ચુડા તાલુકા ના અનેક ગામો હજુ પણ બળદ આધારિત ખેતી પર નિર્ભર. સરકાર બળદ ખરીદી પર આર્થિક સહાય આપવા રજુઆત
ઝાલાવાડ ના અનેક ગામો આજે પણ નાની મોટી ખેતી કામમાં બળદો નો જ ઉપયોગ કરી ખેતી વાડી નું કામ કરે છે. રાજસ્થાન સરકારે છેલ્લા પાંચ વર્ષથી ખેડુતો ને બળદ ખરીદી કરવા આર્થિક રીતે નબળા ખેડૂતો ને સરકારી સહાય આપી મદદરૂપ થાય છે. એવી રીતે જો ગુજરાત સરકાર ખેડૂતો ને આર્થિક પેકેજ જાહેર કરે એવી ચુડા સામાજિક અને ખેડૂત આગેવાન નિલેશ ચાવડા એ 9 નવેમ્બર સાંજે પ્રતિક્રિયા માં જણાવ્યુ હતું કે રાજ્ય કૃષિ મંત્રી ને લેખિત રજૂઆત કરી છે.