કાલાવાડ: જિલ્લામાં દિવાળી પર્વ દરમિયાન આગની 30 જેટલી ઘટના સામે આવી, ફાયર સ્ટેશન ઓફિસરે વિગતો આપી
દિવાળીના તહેવાર દરમિયાન આગ વેળાએ તાત્કાલિક પહોચી વાળવા માટે જામનગર મનપાના ફાયર વિભાગે હંગામી સ્ટેશન ગોઠવ્યા હતા. જ્યાં ફાયર સ્ટાફને ફરજ સોંપાઈ હતી. જેની ફળસ્વરૂપે જામનગરમાં દિવાળીના 24 ક્લાક દરમિયાન આગની 30 જેટલી ઘટના સામે આવી હતી એમાં કોઈ જાનહાની થાય નથી. ફાયર સ્ટાફે તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો છે. ફાયર સ્ટાફની કામગીરીને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.