અમદાવાદ શહેર: ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘરાજા બોલાવશે ધડબડાટી! આ જિલ્લામાં આંધી-તોફાન સાથે અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.