આજે સાંજે 7 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ ખેરોજ પોલીસ સ્ટેશનના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લાંબડીયા થી ખેરોજ તરફ એક મોટરસાયકલ ચાલક પોતાની મોટરસાયકલ લઈને નશો કરેલી હાલતમાં ગફલત ભરી રીતે ચલાવતો જણાતા ખેરોજ પોલીસના માણસોએ તેને રોકી તપાસ કરતા નશો કરેલી હાલતમાં જણાતા ખેરોજ પોલીસે મોટરસાયકલ કબજે લઈ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.