દાંતા: અંબાજી ખાતે અંબાજી ભાજપ મંડળનું સ્નેહમિલન યોજાયું જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા હાજર રહ્યા
અંબાજી ખાતે આજરોજ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં આ સ્નેહ મિલન યોજાયું હતું અંબાજી ભાજપ મંડળ દ્વારા કીર્તિસિંહ વાઘેલા નું સ્વાગત કરવામાં આવ્યું હતું અંબાજી ભાજપ મંડળ દ્વારા ભાજપના પાયાના કાર્યકર્તાઓને યાદ કરી તેમના વારસોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા કીર્તિ સિંહ વાઘેલાએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી અને સ્વદેશી અભિયાન અંતર્ગત સર્વે ને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો