દસાડા તાલુકાના નાવીયાણી ગામ પાસે આજે વહેલી સવારે અકસ્માતની કરુણ ઘટના બની હતી જેમાં એરવાડા ગામના ત્રણ યુવકો બેચરાજી ખાતે નોકરી પર જવા નીકળેલ હતા જેઓને નાવીયાણી ગામ પાસે માતેલાં સાંઢની માફક આવતા અજાણ્યા ટ્રેલરે અડફેટે લીધા હતા જે અકસ્માતમાં ત્રણેય યુવકોનું કરુણ મોત થવા પામ્યું હતું જેમાં એરવાડા ગામના બે સગા ભાઈ નોકરીના પ્રથમ દિવસે નોકરી કરવા જઈ રહેલા હતા ત્યારે જેઓનું પણ મોત નીપજ્યું હતું ત્યારે તેઓની અંતિમ યાત્રાની ક્ષણો અતિ ભાવુક બની હતી.