ઝિંઝુવાડા નજીક કચ્છના નાના રણમાં વીર વચ્છરાજ દાદાના મંદિર પાસે વરસાદને કારણે અનેક લોકો ફસાયા હતા. સ્થાનિક ગ્રામજનોને માહિતી મળતાં તેઓ ટ્રેક્ટર અને ગાડીઓ લઈ બચાવ કામગીરી માટે પહોંચ્યા. રાત્રે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને 25થી વધુ ગાડીઓને ટ્રેક્ટર વડે ખેંચીને બહાર લાવવામાં આવી. મંદિરમાં રોકાણ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. ઝીંઝુવાડા ગામના સરપંચ હરિચંદ્રસિંહ, જાલમસિંહ, બીપીનસિંહ, શ્રવણસિંહ અને ઠાકોર સમાજના યુવાનોએ માનવતા દર્શાવી