મહુવા: મહુવા જનરલ હોસ્પિટલના બાંધકામની ગુણવત્તા સામે ફરી સવાલો
ચર્ચાના કેન્દ્રમાં આવી છે. થોડા સમય પહેલા હોસ્પિટલમાં સીલિંગ ફેન પડી જવાની ઘટના બાદ હવે બાળ વિભાગમાં છતનો સ્ટાઈલ (પ્લાસ્ટરનો ભાગ) તૂટી પડ્યાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં આ ઘટનાને લઈને ભય અને ચિંતા ફેલાઈ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ પ્રકારની ઘટના દર્દીઓ અથવા બાળકો પર બની હોત તો ગંભીર પરિણામો સર્જાઈ શક્યા હોત. સ્થાનિક લોકો અને દર્દીઓના સગાઓએ હોસ્પિટલના બાંધકામની ગુણવત્તા સામે