ચુડા: ચુડાનાં જાગૃત ખેડૂત પ્રાકૃતિક ખેતી થી થયા આત્મનિર્ભર પંચતર્ય મોડલ અપનાવી પપૈયા, કપાસ, રીંગણી, મરચી પાકોનું વાવેતર વધ્યુ
ચુડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી એક નવી દિશા ખોલી રહી છે. પ્રગતિશીલ ખેડૂત નારાયણભાઈ નકુમે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પંચતર્ય મોડલથી જીવજંતુ તેમજ અન્ય રોગોથી બચવા મદદગાર થાય છે એક પાકથી જીવાતો સામે રક્ષણ માં મુશ્કેલી પડે છે. મિશ્રપાકથી જીવાતો સામે રક્ષણ મેળવવામાં ખૂબ જ સરળતા રહે અને જીવાતો આક્રમણ કરી શકતી નથી. મિશ્રપાક થકી ભાવોમાં પણ સરળતા રહે છે.મિશ્રપાક થકી વધુ ઉત્પાદન મેળવી શકાય છે