રખિયાલ વિસ્તારમાં મુકબધીર અને માનસિક રીતે અસ્થિર સાત વર્ષથી બાળકીને મહિલા હેલ્પલાઇન અભ્યમ દ્વારા તેના પિતાનો મેળાપ કરાવવામાં આવ્યો. બાળકી ઘરેથી નીકળી ગઈ હતી અને બસ સ્ટેન્ડ પર એકલી બેસી રહી હતી. જાગૃત નાગરિક દ્વારા 181માં ફોન કરીને મદદ કરી હતી. બાળકીને તેના પરિવાર વિશે પૂછતા તે કશું બોલતી નહોતી.