આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર ખાતે સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા તા. ૧૫ થી ૨૪ ડિસેમ્બર સુધી વિશ્વ ધ્યાન દિવસના અનુસંધાને ધ્યાનયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૭ થી ૮ યુવાનો માટે, સાંજે ૪ થી ૫ વૃધ્ધો માટે અને સાંજે ૬ થી ૭ બાળકો માટે ધ્યાનયોગ અભ્યાસ રહેશે.