દુધાપુરા ગામે 6.73 હેક્ટર સરકારી પડતર જમીન માં લાઈમસ્ટોન માઇનિંગ માટેની લીઝ બાબતે આજે મંગળવારે સુનાવણી યોજાઈ હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા યોજાયેલી આ સુનાવણી દરમિયાન સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી.આ સુનાવણીનો સ્થાનિક સ્તરે ભારે વિરોધ નોંધાયો હતો. આશરે 10 જેટલા સ્થાનિક સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોએ જાહેરમાં ખુરશીઓ પર બેસવાનું ટાળી ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો.