મહુવા: ભાદ્રોડ પાસે હિટ એન્ડ રનનો ગંભીર અકસ્માત: યુવાનનું મોત, મહિલા ગંભીર ઇજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના વીજપડી ગામના રહેવાસી મુસ્તાફભાઈ ભીખુભાઈ જાંખરા પોતાના હોન્ડા સાઈન મોટરસાયકલ પર મજૂરી કામ અર્થે મહુવા તરફ નીકળ્યા હતા. તેમની સાથે મોનીકા ઉર્ફે વિજય બાબુભાઈ ચૌહાણ પણ સવાર હતા. ગઈકાલે રાત્રિના સમયે ભાદ્રોડ ગામની આગળ એસ.આર. પેટ્રોલ પંપ સામે પહોંચતા અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મુસ્તાફભાઈ જાંખરાનું મોત નીપજ્યું હતું, જ્યારે મોન