પોશીના: તાલુકાના લાંબડીયા સીએચસી ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં યોજાયો
જિલ્લા માહિતી ખાતા દ્વારા શનિવારે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના સીએચસી લાંબડીયા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં પોશીના તાલુકાના 81 ગામોના 721 જેટલા પેશન્ટોએ લાભ લીધો હતો.આ કેમ્પ સાથે 61 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા.