શહેરા તાલુકાના જાલમ બારીઆના મુવાડા ગામે આવેલ પગી ફળિયામાં રહેતા ગણપત કાળુભાઈ પગીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાનમાં રેઇડ કરતા એક કાપડની થેલીમાંથી 500 એમ.એલ. ની 5 નંગ બિયરની ટીન મળી આવતા પોલીસે દારૂ રાખનાર ઈસમને દારૂ સાથે ઝડપી પાડી તેની સામે શહેરા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો.