પુણા: અમરોલીમાંથી રૂ.46 કરોડના સાયબર ક્રૂડના રેકેટનો પર્દાફાશ,સાયબર ક્રાઇમ સેલે આરોપીની કરી ધરપકડ,અન્ય એક ફરાર
Puna, Surat | Oct 11, 2025 સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અમરોલી કોસાડ આવાસ ખાતેથી રૂપિયા 46 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે.ઝડપી પાડવામાં આવેલા આરોપી પ્રવીણ જીલુભાઈ ધાંધલ પાસેથી 150 થી વધુ બેંક કીટ મળી આવી છે.જે બેંક કીટો ની તપાસ કરતા 46 કરોડના આર્થિક નાણાકીય વ્યવહારો મળી આવ્યા.બેંક કીટ કરંટ એકાઉન્ટની હોવાનું સામે આવ્યું.જે કરંટ બેન્ક એકાઉન્ટ જુદી જુદી બેંકોમાં ખોલાવવામાં આવ્યા હતા. ત્રણ મોબાઈલ,12 ડેબિટ કાર્ડ 19 પાસબુક,132 ચેક કબ્જે કરી હતી.