માંડવી: માંડવી બસ ડેપો ખાતે સાંસદ પ્રભુ વસાવા એ 14 નવી બસોને લીલી ઝંડી આપી.
Mandvi, Surat | Nov 19, 2025 માંડવી તાલુકાને 14 નવી 'ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન' બસો ફાળવવામાં આવી છે. માંડવી બસ ડેપો ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાએ આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે માંડવી પ્રાયોજના વહીવટદાર સુનિલ, અગ્રણીઓ રોહિતભાઈ અને આનંદ શાહ સહિત અન્ય મહાનુભાવો તેમજ એસ.ટી. નિગમના અધિકારીઓ ઉપસિ્થત રહ્યા હતા.