ચુડા: ચુડા ના નવી મોરવાડ ગામે યુવતીને ભગાડી જવાની જુની વાતનુ માથાકૂટનું મનદુખ રાખી હથિયારો સાથે ધસી આવી હુમલો કર્યાની ફરિયાદ
નવી મોરવાડ ના ભગવાન રણછોડ કારોલિયા એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના કાકાનો દિકરો સંજય જે માત્રાણિયા પરિવાર ની પુત્રી ને ભગાડી લઇ ગયો હોવાનું મનદુખ રાખી હાથ માં કુહાડી ધારિયું, ઘણ, પાઇપ, લાકડીઓ જેવા હથિયારો ધારણ કરી ઘર પર હથિયારો પછાડી પત્થરમારો કરી ઢીકાપાટુ નો માર મારી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની 7 નવેમ્બર સાંજે 5 કલાકે ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.