કાલોલ તાલુકાના રામનાથ ગામે રહેતા અશોક રાવળ તેમની પત્ની સંતોષબેનને સાથે લઈને બાઇક પર તેમની બહેનને મળવા માટે મોરા ગામે જઈ રહ્યા હતા. દરમિયાન, હડફ-મોરવા નજીક રસ્તા વચ્ચે અચાનક શ્વાન આવી જતાં અશોક રાવળે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, અશોક રાવળ અને તેમના પત્ની સંતોષબેન બાઇક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સંતોષબેનને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવાર માટે મોરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવારની જરૂર જણાતા તેમને ત્યાંથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.