ઠાસરા: ડાકોર રોડ પર બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું, તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર.
Thasra, Kheda | Oct 31, 2025 ઠાસરા ડાકોર રોડ પર આવેલી માતંગી સોસાયટીમાં પરિવાર જ્યારે બહાર ગયો હતો તે દરમિયાન બંધ મકાનની ટાર્ગેટ બનાવી મકાન નો નકશો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરની અંદર તિજોરીમાં મુકેલા રોકડ રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના સહિત 1.27 લાખની મતા ચોરીને ફરાર થયા હતા. મકાન માલિકને જ્યારે ચોરી થયા અંગેની જાણ થતા અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.