મહુવા: કંટાસર ગામે દીપડાનો આતંક: 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામે દીપડાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની 5 વર્ષની માસૂમ બાળકી દિવ્યા ગોહિલ પર દીપડાએ જીવલેણ હુમલો કરતા તેનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, દિવ્યા ગોહિલ પોતાના પરિવારની વાડી પાસે રમતી હતી ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કરી તેને ઉઠાવી લઈ ગયો હતો. બાળકી અચાનક ગુમ થતાં પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન વાડી નજીકના વિસ્તારમાંથી દિવ્યા ગોહિલનો મૃતદેહ મળી આવત