જાફરાબાદ: માવઠાના મારથી મોટા માણસાના ખેડૂતનુ સપનુ તૂટી પડ્યુ,કમૌસમી માવઠાથી ગામના ખેડૂતને લાખોનું નુકસાન, સરપંચની સહાય ચૂકવવા રજૂઆત
જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના ખેડૂત શૈલેષભાઈ જોગાણીને પોતાના ખેતરમાં માંડવીના પાકમાં થયેલા કમૌસમી માવઠાને કારણે ભારે નુકસાન થયું છે. અચાનક પડેલા વરસાદથી પાક બગડી ગયો છે અને ચારો પણ નષ્ટ થયો છે. આથી ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.ગામના સરપંચ ઘનશ્યામભાઈ શેખડાએ સરકારને તાત્કાલિક સહાય પહોંચાડવા અને ખેડૂતોનું દેણું સંપૂર્ણ માફ કરવાની અપીલ કરી છે.