અખંડ સોમનાથ,અખંડ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાથી તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની" ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત અતૂટ આસ્થા ના 1000 વર્ષ પૂર્ણ થવા ના અવસરે તા.10 જાન્યુઆરી શનિવારના રોજ જાંબુઘોડાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર જાપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ સહભાગી થઈ શિવજીની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા