વિજાપુર: ૭ વર્ષની બાળકીને ઇન્જેક્શન આપી અડપલા ની ઘટના માં આરોપી નહીં પકડાતા આક્રોશ મુસ્લિમ સમાજના ‘વિજાપુર બંધ’ને પ્રતિસાદ
વિજાપુરની સ્વામીનારાયણ શાળામાં અભ્યાસ કરતી માત્ર સાત વર્ષની નિર્દોષ બાળકી ને શાળા ના જ કોઈ આઇટીઆઇ ના વિધાર્થી એ નશાયુક્ત ઇન્જેક્શન આપી કરાયેલ અડપલા ની ઘટનાથી સમગ્ર વિસ્તાર જનઆક્રોશની જ્વાળામાં ધગધગી ઉઠ્યો છે. બીજા ધોરણમાં ભણતી માસૂમ બાળા સાથે બનેલી સામે કડક સજા અને ન્યાયની મંગણીને લઈ મુસ્લિમ સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘વિજાપુર બંધ’ ને આજરોજ મંગળવારે સવારે 9 થી 4 વાગ્યા સુધી શહેરભરમાંથી સ્વયંભૂ અને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો