સુરત ક્રાઈમ બ્રાન્ચ ઝોન - 4 ની ટીમે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે રવિવારે કતારગામ દરવાજા સ્થિત પ્રભનગર - 2 ના પ્લોટ નંબર બી / 131 ના ત્રીજા માળે છાપો માર્યો હતો.જ્યાંથી 53.590 ગ્રામ એમડી ફ્રેગ્સના જથ્થા સાથે નીતીશ નાથાભાઈ ખંભાળિયા ને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી રૂપિયા 48 હજારથી વધુની મત્તા નો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો.જેની પૂછપરછમાં એમડી ડ્રગની ખરીદી કરી છૂટક માં વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી.