ગોધરા: કાકણપુર ખાતે માવઠાથી પાક નુકસાન,ખેડૂતોના આક્ષેપ મુજબ સર્વે કરવા આવેલા અધિકારીઓએ કહ્યું આ નુકસાન ન કહેવાય!"
રાજ્યના અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કાકણપુર ખાતે, જ્યાં માવઠાથી થયેલા પાક નુકસાન અંગે ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ છે કે સર્વે કરવા આવેલી સરકારી ટીમ નુકસાનને નુકસાન માનવા જ તૈયાર નથી.