કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે વડાપ્રધાનના 75માં જન્મદિવસની સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત 175 રક્તની બોટલ એકત્ર કરાઇ
Veraval City, Gir Somnath | Sep 26, 2025
ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત લોકોના આરોગ્ય અને સેવા ભાવનાને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ જ શ્રેણીમા કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જરૂરિયાતમંદો માટે 175 રક્તની બોટલો એકત્ર કરવામાં આવી હતી.