પેટલાદ: મોરડના ખોડિયારપુરા વિસ્તારમાં સગીર કુવામાં પડી જતા મોત નીપજ્યું, ફાયર બ્રિગેડે બહાર કાઢ્યો
Petlad, Anand | Oct 16, 2025 પેટલાદ તાલુકાના મોરડ ગામે સગીર કુવામાં પડી જતા મોત નીપજ્યું હતું.મોરડના ખોડીયારપુરામા સાંજના સમયે સગીર કુવામાં પડી ગયો હતો.કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ દશરથભાઈ વિનુભાઈ પરમાર (ઉ.વ.આશરે 15)ને મૃત હાલતમા બહાર કાઢ્યો હતો.