આણંદ શહેર: ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ ઝૂંબેશ હેઠળ આણંદ જિલ્લાના પત્રકારોની આરોગ્યની રેડ ક્રોસ સોસાયટી ખાતે ચકાસણી કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય જન ની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે. તે માટ 'ફિટ ઇન્ડિયા'ની સંકલ્પના તેમણે આપી છે. જનતાનો અવાજ બનતા પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે ત્યારે, તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ એટલી જ અગત્યની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ 'ફિટ ઇન્ડિયા - ફીટ મીડિયા' ના કાર્યક્રમનુ દરેક જીલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે.