ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ એક હોટેલ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માતા મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશથી CME કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માતામરણના મુખ્ય કારણો, સમયસર અને યોગ્ય સારવાર, જોખમવાળી ગર્ભાવસ્થાની વહેલી ઓળખ તથા અસરકારક રેફરલ સિસ્ટમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ સરકારી તેમજ ખાનગી ગાયનેક તબીબોએ પોતાના અનુભવોના આધારે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. કાર્યક્રમ જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થ