અમીરગઢ: વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે 30 કીલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો.
અમીરગઢ પોલીસની મોટી કાર્યવાહી,વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે 30 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. આજે સાંજે 8:30 કલાક આસપાસ મળતી વિગત પ્રમાણે અમીરગઢ પોલીસ જવાનો વાહન ચેકિંગમાં હતાં ને તે દરમિયાન રેવદર અમદાવાદ વડોદરા લખેલ રાજસ્થાનની એસટી બસ આવતા તેમાં તપાસ કરતા ચાર ઠેલાની અંદર થી 30 કિલો 307 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરી છે.