સિહોર: પીપરડી ગામે પ્લોટ વિહોણા પરિવારને તાત્કાલિક ધોરણે પ્લોટ ફાળવવામાં આવે. કોંગ્રેસ સાથે ધરણા પર તા પંચાયત ખાતે
આજરોજ સિહોર તાલુકાના પીપરડી ગામે પ્લોટ વિહોણા પરિવારોને તત્કાળ ધોરણે સરકારશ્રી દ્વારા જંત્રીના ભાવે પ્લોટ ની ફાળવણી કરવામાં આવે તે મુદ્દે સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ મકવાણા,તેમજ સમસ્ત પીપરડી ગામના ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જ્યાં સુધી પ્લોટ ફાળવણી ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી તાલુકા પંચાયત કચેરી સિહોર ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોઅરજદારો ને સંતોષ થતા ધરણા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.