ભચાઉ: કચ્છમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉ નજીક 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
Bhachau, Kutch | Sep 21, 2025 વાગડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ છે. ત્યારે ભચાઉ નજીક 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર સિશમોલોજી કચેરીથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભચાઉ નજીક આજે રવિવારે બપોરે 12 વાગીને 41 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.