મહુવા: બિલડી ગામને આખરે મળી રાહત: 11 કલાક બાદ ભરાયેલા પાણીનો થયો યોગ્ય નિકાલ
મહુવા: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બિલડી ગામમાં આજે સવારથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાની ઘટના સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બની હતી. તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી બાદ અંદાજે 11 કલાક પછી ભરાયેલા પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. પાણી ઉતરી જતાં ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્