દાંતા: નવા નિમાયેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ના પ્રવાસ ને લઈને અંબાજી માં બેઠક યોજાઈ તૈયારીઓ પર કરાઈ ચર્ચા
ભાજપા ના નવા નિમાયેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાત નો પ્રવાસ કરવાના છે જેની શરૂઆત અંબાજી થી કરવામાં આવશે તે માટે અંબાજી ભાજપ મંડળ દ્વારા આજે એક બેઠક યોજવામાં આવી હતી અને તૈયારીઓ માટે ચર્ચા કરવામાં આવી હતી પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી મળ્યા પછી જગદીશ વિશ્વકર્મા પહેલી વાર અંબાજી આવશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને અહીં થી તેઓ ગુજરાત ના 4 ઝોન માં સંગઠનાત્મક પ્રવાસ કરશે