મોરબી: મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી પડી જતા 22 વર્ષીય યુવતીનું કરૂણ મોત....
Morvi, Morbi | Sep 22, 2025 મોરબીના રવાપરમાં શ્રીજી પેલેસના બ્લોક નંબર 601માં રહેતા ચાર્મી ધર્મેશભાઈ કાલાવડિયાની ઉ.વ.22નું છઠ્ઠા માળેથી નીચે પડી જવાથી મૃત્યુ થયું છે. ચાર્મી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી. બનાવ બાદ પોલીસ ટીમે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. તપાસ કરી રહેલા વિપુલ ફુલતરિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માત લાગી રહી છે. જોકે, પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.