ઉના: ઉના ના સૈયદ રાજપરા બંદરે તૂટી ગઈ પ્રોટેક્શન દીવાલ, માછીમારોએ માંગ કરી નવિનીકરણની
ઉના ના સૈયદ રાજપરા બંદરે દરિયાની પ્રોટેક્શન દીવાલ મોજાંથી તૂટી ગઈ છે. માછીમારોએ ચોમાસા પહેલા દીવાલનું નવનિર્માણ કરવાની માંગ કરી છે. ગામમાં દરિયાઈ પાણી આવવાની સમસ્યા વધી રહી છે. સરકાર તરફથી હજી સમારકામ માટે કોઈ પ્રતિક્રિયા મળી નથી.