ગોધરા: કાકણપુર PI સતીષકુમાર કામોલે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની શુભેચ્છા મુલાકાત લીધી
પંચમહાલ જિલ્લાના કાકણપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સતીષકુમાર કામોલે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નવા વર્ષના પર્વ નિમિત્તે, પી.આઈ. સતીષકુમાર કામોલ ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સૌજન્ય મુલાકાત કરી હતી. તેમણે ઉપાધ્યક્ષને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.