મહેમદાવાદ: નેનપુરના ઈસમને ચેકપરતના કેસમાંકોર્ટે દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ 60 દિવસમાં પરત દેવાનો કર્યો હુકમ
નેનપુર ના ઈસમને ચેક પરતના કેસમાં કોર્ટે એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યોં. ઈસમે મિત્ર પાસે આર્થિક જરૂરિયાત હોવાનું કહી 2 લાખની માંગણી કરી હતી. જેથી યુવકે મિત્રતાના નાતે ઈસમને 2 લાખ આપતાં ઈસમે છ માસમાં નાણાં પરત આપી દેવાનો વિશ્વાસ આપ્યો હતો. યુવક દ્વારા ઉછીના આપેલ નાણાંની માંગણી કરતા ઈસમે બેંકનો ચેક આપ્યો હતો. જે ચેક અપૂરતા નાણાંને કારણે પરત આવ્યો હતો. જેથી યુવકે મહે. કોર્ટમાં કેસ કર્યોં હતો.જેમાં કોર્ટે એક વર્ષ સાદી કેદની સજાનો હુકમ કર્યોં.