ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલી મોબાઇલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. મોબાઈલની દુકાનના માલિક ઘરે જમવા ગયા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દુકાનમાં પ્રવેશી મોબાઈલ અને પૈસાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે બનાવ અંગે દુકાન માલિકે પ્રતિક્રિયા આપી માહિતી આપી હતી.