દસાડા: ખારાઘોડા માઇનોર કેનાલ નંબર 6 માં પાણી છોડાય તે પહેલા જ પડયા ગાબડા : બાવળો નો જોવા મળ્યો અડિંગો
પાટડીની ખારાઘોડા માઇનોર 6 નંબર કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ ગાબડાં અને બાવળનો અડીંગો દેખાયો છે જીરાના પાકને પાણીની તાતી જરૂર છે, પરંતુ કેનાલની આ હાલતથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે તંત્ર ઝાલાવાડ પંથક અને રણકાંઠાના 89માંથી 87 ગામોને નર્મદા પાણીનો લાભ મળ્યાનો દાવો કરે છે જોકે, રણકાંઠામાં બનેલી કેનાલોની નબળી ગુણવત્તાને કારણે પાણી પહેલાં જ 25થી વધુ કેનાલો તૂટી ગઈ છે.